સંપૂર્ણ ૨ પ્રતિક્રમણ (Two Pratikraman Sutra)
પર્યુષણ વિભાગ (Paryusan - Thoy - Stavan)
અન્ય સુત્રો (Other Sutra)
આ સૂત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એમ પંચ-પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
આ સૂત્રમાં આચાર્ય મહારાજ ના છત્રીસ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય સ્થાપતી વખતે આ સૂત્ર બોલાય છે.
જિનેશ્વર પ્રભુ તથા ગુરુ મહારાજ ને ખમાસમણ દેતી વખતે આ સૂત્ર બોલાય છે.
આ સૂત્રથી ગુરુ મહારાજની સર્વ પ્રકારે ભક્તિપૂર્વક સારસંભાળ રાખવા સાથે સંયમ, તપ, શરીર વગેરે સંબંધી સુખ-શાતા પુછાય છે.
આ સૂત્રથી ગુરુ મહારાજને આપણાથી જે જે અપરાધ થયા હોય તે જાહેર કરી તેમની પાસે પશ્ચાતાપ પૂર્વક માફી માગવામાં આવે છે.
આ સૂત્રમાં હાલતાં, ચાલતાં, જતા આવતા આપણાથી જીવહિંસા થઇ જવાથી જે પાપ લાગ્યા હોય, તે દૂર કરવા માફી માગવામાં આવી છે.
આ સૂત્રમાં ઇરિયાવહિયા સુત્રથી દૂર કરવામાં આવ્યા છતાં રહી ગયેલા પાપનો નાશ કરવા માટે કાઉસ્સગ્ગ કરવાના ચાર હેતુઓ બતાવ્યા છે.
આ સૂત્રમાં કાઉસ્સગ્ગ કરવાની રીત, દ્રઢતા, પૂરો કરવાની મર્યાદા તેમજ સોળ આગરોનું વર્ણન કરેલ છે.
આ સૂત્રમાં આત્મ-કલ્યાણમાં આગળ વધવા ચોવીશ તીર્થંકર ભગવંતોની નામપૂર્વક સ્તુતિ છે.
આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે, અને સાવદ્ય યોગરૂપ પાપનું પચ્ચક્ખાણ છે.
"પરમ ચારિત્રધર્મ" ની આરાધના માટે વારંવાર સામાયિક કરવા જોઇયે. આ ભાવના ટકાવી રાખવા માટે સામાયિક પારતી વખતે આ સુત્ર બોલાય છે.
આ સૂત્રમાં અષ્ટાપદ પર બિરાજેલા ચોવીસ તીર્થંકરો, વીશ વિહરમાન તીર્થંકરો, પ્રસિધ્ધ તીર્થો, સર્વ ચૈત્યો, પ્રતિમાઓ તથા મુનિઓ વગેરેને વંદન કરવામાં આવેલું છે.
આ સૂત્રમાં જે કોઈ નામમાત્ર થી પ્રસિધ્ધ જૈન તીર્થ હોય, તેને તથા ત્રણ લોકમાં રહેલી જિનપ્રતિમાઓને નમસ્કાર કરેલ છે.
આ સૂત્રથી ઇન્દ્ર મહારાજ પ્રભુના પાંચેય કલ્યાણકોમાં અરિહંત ભગવાનના ગુણોની સ્તવના કરે છે.
આ સૂત્રમાં ત્રણ લોકમાં રહેલી સર્વ શ્રી જિનપ્રતિમાઓને નમસ્કાર કરેલ છે.
આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રની અંદર રહેલા સર્વ સાધુ-સાધ્વી મહારાજાઓને નમસ્કાર કરેલ છે.
ચૌદ પૂર્વમાંથી ઉદ્રુત કરેલ આ સૂત્રમાં શ્રી પંચ-પરમેષ્ઠીને નમસ્કાર કરેલ છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણોની સ્તુતિરૂપ આ સ્તોત્ર શ્રી ભદ્રબાહુસ્વામિનું રચેલું છે. તે સર્વ વિઘ્નોનો નાશ કરનારું છે.
આ સૂત્રમાં પ્રભુ પાસે મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક કેટલીક ઉત્તમ પ્રાથનાઓ કરવામાં આવેલ છે.
આ સૂત્રમાં શ્રી જિનપ્રતિમાઓની આરાધનાઓનું કાઉસગ્ગ કરવાના નિમિત્તોનું અને તે વખતે રાખવાની ભાવનાઓનું વર્ણન છે.
આ સ્તુતિમાં (૧)ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી (૨)સર્વ જીનેશ્વર (૩)જીનાગમ (૪) શ્રુતદેવી ની અનુક્રમે ગાથામાં સ્તુતિ છે.
આ સ્તુતિમાં (૧)મહાવીરસ્વામી, (૨)સર્વ જીનેશ્વર, (૩)જીનાગમ, (૪)શ્રુતદેવી ની અનુક્રમે ગાથામાં સ્તુતિ છે.
આ સૂત્રમાં અઢીદ્વીપમાં વિચરતા એક સરખા શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરનારા ત્રણ કાળના તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાનનાં મહત્વની સ્તુતિ કરેલ છે.
આ સૂત્રમાં સર્વ સિદ્ધોની(૧), મહાવીરસ્વામી(૨-૩), નેમિનાથ(૪), અષ્ટાપદ પર બિરાજમાન ૨૪ તીર્થંકર(૪) ની અનુક્રમે ગાથામાં સ્તુતિ કરેલ છે.
આ સૂત્રમાં શ્રી સંઘમાં શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ માટે સમકિતવંત દેવોનું સમ્યગ્દર્શનની શુધ્ધિની અપેક્ષાએ સ્મરણ કરવામાં આવ્યું છે.
આ સૂત્રમાં સંક્ષેપમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
આ સૂત્રમાં લાગેલા પાપને અતિ ટૂંકમાં કહીને તેની માફી માંગવામાં આવી છે.
આ સૂત્રમાં જુદા જુદા આચારોને લાગતા અતિચારો-પાપો લાગ્યા હોય, તેનું ટૂંકમાં પ્રતિક્રમણ બતાવ્યું છે.
આ આઠ ગાથાઓમાં જ્ઞાનાદિ પાંચના આચાર અને તેના અતિચારો છે.
આ સૂત્રથી સદ્દગુરુને ભક્તિ અને બહુમાનપૂર્વક વંદન કરી તેમના પ્રત્યે થયેલા દોષોની ક્ષમા યાચવામાં આવી છે.
આ સૂત્રથી દેવસિક આલોચના કરવાનો આદેશ માંગવામાં આવે છે.
આ સૂત્રમાં ચોરાશી લાખ યોનીથી ઉત્પન્ન થતા જે જીવોની વિરાધના કરી હોય, તેમને મિચ્છામી દુક્કડં દેવામાં આવે છે.
આમાં અઢાર પાપોના નામ બોલીને તેની ક્ષમા માંગવામાં આવે છે.
આ સૂત્રમાં શ્રાવક ના પાંચ આચાર, બાર વ્રતો, અને બીજા ધર્મકર્તવ્યોમાં લાગતા દોષોના પશ્ચાત્તાપ સાથે, ફરીથી ના થાય તેની સાવચેતી રાખવા પૂર્વક નિંદા કરવામાં આવે છે. તથા રોજ પ્રતિક્રમણ કરવાના હેતુઓ અને સર્વ જીવોની ક્ષમાપના વગેરે આવે છે.
આ સુત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, સકળસંઘ તથા સર્વ જીવો ઉપર ક્રોધ થયો હોય એની તથા બીજા જે કોઈ અપરાધ થયા હોય તે સર્વની ક્ષમાપના કરવામાં આવે છે.
વીર પરમાત્મા, સર્વ તીર્થંકરો, જિનવાણીની ક્રમશ: ગાથામાં સ્તુતિ છે. સાંજે ૬ આવશ્યકની પૂર્તિરૂપે આનંદ જાહેર કરવા ચૈત્યવંદન રૂપે દેવસીય પ્રતિક્રમણમાં બોલાય છે.
વીર પરમાત્મા, સર્વ તીર્થંકરો, જિનાગમની ક્રમશ: ગાથામાં સ્તુતિ છે. સવારે ૬ આવશ્યકની પૂર્તિરૂપે આનંદ જાહેર કરવા ચૈત્યવંદન રૂપે રાઈય પ્રતિક્રમણમાં બોલાય છે.
શ્રુતદેવતાની સ્તુતિ : સુઅ-દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં : આ શ્રુતદેવતાની સ્તુતિ છે, તે પુરુષો જ બોલે છે.
ક્ષેત્ર-દેવતા ની સ્તુતિ : ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં : આ ક્ષેત્ર-દેવતા ની સ્તુતિ છે, તે પુરુષો જ બોલે છે.
કમલદલ સ્તુતિ : આ શ્રુતદેવતાની સ્તુતિ, તે સ્ત્રીઓ જ બોલે છે.
આ ભવનદેવતા ની સ્તુતિ છે. જે પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે. ભવનનો અર્થ મકાન થાય છે.
આ ક્ષેત્રદેવતાની સ્તુતિ છે. જે પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે.
આ સૂત્રથી અઢી દ્વિપમાં રહેલા મુનિઓને નમસ્કાર કરવામાં આવે છે.
આમાં જુદા જુદા શરીર ધારણ કરનારા સર્વ ક્ષેત્રોમાં એકી સાથે વધુમાં વધુ સંભવતા, ૧૭૦ તીર્થંકરોને વંદન કરવામાં આવે છે. તે પુરુષો જ બોલે છે.
શ્રી નાડોલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરીજીએ આ સ્તોત્ર રચ્યું.એને ભણવાથી, સાંભળવાથી તથા એના વડે મંત્રેલુ જળ છાંટવાથી સર્વ રોગો દૂર થયા હતા અને થાય છે; તથા શાંતિ ફેલાય છે. સૂત્રમાં શાંતિનાથ પ્રભુનું નામ મંત્રાક્ષર રૂપે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણોની સ્તુતિરૂપ ચૈત્યવંદન છે.
આ સજ્ઝાયમાં પ્રાતઃ સ્મરણીય બ્રમ્હ્ચારી, દાનેશ્વરી, તથા તપસ્વી વગેરે ઉત્તમ પુરુષો અને મહાસતીઓના નામો ગણાવ્યા છે.
આ સજ્ઝાયમાં શ્રાવકને કરવા યોગ્ય છત્રીસ કૃત્યોનું વર્ણન છે.
આમાં ત્રણ લોકની અંદર આવેલા શાશ્વતા-અશાશ્વતા ચૈત્યો તથા તેની અંદર રહેલી પ્રતિમાઓની સંખ્યા બતાવી તેમને નમસ્કાર કરવામાં આવ્યો છે. આ તીર્થમાળા શ્રી જીવવિજયજી મહારાજાએ રચેલ છે.
૨૭ ભવનું સ્તવન
મહાવીર સ્વામી હાલરડું
પંચ કલ્યાણક સ્તવન
મણી રચિત સિંહાસન થોય
પુણ્યનું પોષણ થોય
વરસ દિવસમાં થોય
શ્રી સ્નાતસ્યા થોય
શ્રી સકલાર્હત સ્તોત્ર
શ્રી પાક્ષિક અતિચાર
શ્રી જયતિહુણ સ્તોત્ર
શ્રી ચૈત્યવંદન ભાષ્ય
શ્રી પંચ સૂત્ર
સંથારા પોરિસિ સૂત્ર
શ્રી ઋષિમંડળ સ્તોત્ર
શ્રી શાંતિધારા પાઠ
શ્રી વર્ધમાન શક્રસ્તવ સ્તોત્ર